News of Saturday, 24th May 2025
ભચાઉ પંથકના ૩ શખ્સો હદપાર

ભૂજઃ તા. ર૪ પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજીક પ્રવળત્તિઓ કરતા ઈસમો ઉપ૨ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.જાડેજા દ્વારા ગુનાહિત પ્રવળતિઓ આચરતા ઈસમો ઉપર રોક લગાવવા જરુરી અટકાયતી પગલા લેવા સારુ લાકડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવાર-નવાર મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગંભીર ગુનાઓ આચરતા માથાભારે ઈસમોના ગુનાહિત ઈતિહાસ આધારે કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓમાંથી હદપાર કરવા માટે અલગ-અલગ હેડ તળે તડીપાર મંજુર થવા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરફ દરખાસ્ત મોકલી આપવામાં આવેલ અને ૩ માથાભારે ઈસમોના ગુનાહિત ઈતિહાસ આધારે તડીપાર દરખાસ્ત મંજુર રાખી કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ બનાસકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે ઈસમોને એક વર્ષ અને એક ઈસમને છ માસ માટે હદપાર કરતો હુકમ કરેલ જેથી તુરંત મજકુર ત્રણેય ઈસમોને હસ્તગત કરી હુકમની બજવણી કરી તેઓને તડીપાર ક૨વામાં આવેલ
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
