News of Saturday, 24th May 2025
ચોટીલા-જસદણ રોડ પર રીક્ષા પલટટી મારી જતા મહિલાનું મોત

વઢવાણ,તા.૨૪: મુળીના સડલા ગામે રહેતા ફરિયાદી ઘનશ્યામભાઈ શંકરભાઈ ચૌહાણના માતા મંજુબેન તથા ભાણો વિજય, ભુમી, જનકબેન તેમજ ફરિયાદીનો પુત્ર સંજય સહિતનાઓ વડાળીથી લગ્ન-સંગ પૂર્ણ કરી ઘરે પરત આવી રહ્યાં હતાં અને રીક્ષા ફરિયાદીના મામાનો દિકરો વિમલભાઈ સોલંકી ચલાવી રહ્યો હતો તે દરમ્યાન વડાળી ગામથી ચોટીલા તરફના રસ્તા પર રીક્ષાના હેન્ડલપરથી કાબુ ગુમાવતા રીક્ષા રોડ નીચે ઉતરી પલટી ખાઈ જતા ફરિયાદીના માતા મંજુબેનને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું તેમજ ફરિયાદીના દિકરા અને ભાણીને પણ ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ રીક્ષાચાલક નાસી છુટયો હતો જે અંગે ભોગ બનનારે રીક્ષાચાલક વિમલભાઈ મગનભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ નાની મોલડી પોલીસ ચલાવી રહી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
