તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
અમરેલી જિલ્લામાં ૩૩૯ સિંહોનો વસવાટ

સાવરકુંડલા, તા. ર૪: ગુજરાત રાજ્યમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી ગણતરીના ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, અમરેલી જિલ્લાએ સિંહોના સંરક્ષણ અને વસવાટમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ગણતરીમાં ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા ૮૯૧ નોંધાઈ છે, જે ૨૦૨૦ની ૬૭૪ની વસ્તી કરતાં ૨૭૧નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આ આંકડાઓમાં, અમરેલી જિલ્લામાં ૩૩૯ સિંહોનો વસવાટ નોંધાયો છે, જે સમગ્ર ગુજરાત અને દેશમાં સૌથી વધુ છે. આ વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં નોંધાયેલા સિંહોમાં ૨૨૫ સિંહબાળ, ૩૩૦ માદા સિંહો અને ૧૯૬ નર સિંહોનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લામાં સિંહોની આટલી મોટી સંખ્યા વન વિભાગ, સ્થાનિક સમુદાયો (માલધારીઓ અને ખેડૂતો), અને સિંહ સંરક્ષણ માટે કાર્યરત સંસ્થાઓના અથાગ પ્રયાસોનું પરિણામ છે. સાવરકુંડલા, લીલીયા, રાજુલા, ધારી અને ગીર પૂર્વ વન વિભાગ તેમજ બળહદ ગીર વિસ્તારના અધિકારીઓ અને કર્મચારીઓએ સિંહોના જતન માટે અદ્વત કામગીરી બજાવી છે. આ વિસ્તારના લોકો પણ સિંહોની સુરક્ષાને પોતાના પરિવારના સભ્યની જેમ મહત્વ આપે છે, જેના કારણે સિંહો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ બન્યું છે. ગીર પૂર્વ વિભાગના ડીસીએફ વિકાસ યાદવની આગેવાની હેઠળ, વન વિભાગે સિંહ અને માનવ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. તેમની મહેનત અને સમર્પણથી અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વળદ્ધિ એ ગુજરાતના વન્યજીવ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતિક છે અને ભવિષ્ય માટે આશાસ્પદ સંકેત છે.
વન પ્રકળતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલા દ્વારા આ સકારાત્મક પરિણામોને હૃદયપૂર્વક આવકારવામાં આવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસો તેમજ માલધારી ભાઈઓ અને ખેડૂતોના વિશેષ યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી. આ સમર્પિત જૂથોના સહિયારા પ્રયાસો વિના સિંહોની વસ્તીમાં થયેલો આ ઐતિહાસિક વધારો શકય ન હોત. તેમનો સહયોગ ખરેખર અનુકરણીય છે અને તે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સિદ્ધિ માત્ર અમરેલી જિલ્લા માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત છે
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
