તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Saturday, 24th May 2025
વડાપ્રધાનના કચ્છના કાર્યક્રમ માટે જામનગર વિભાગની ૧૩૦ એસ.ટી.બસ મોકલાશે
વેકેશનના સમયમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશેઃંસૌરાષ્ટ્રભરમાંથી જન મેદની એકઠી કરવા માટે જામનગર વિભાગની ૧૩૦ સહિત રાજયની ૧૩૦૦ એસ.ટી. બસો રોકવામાં આવી છે

કચ્છ,તા.૨૪
આગામી ૨૬ મીએ વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવનાર છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી જન મેદની એકઠી કરવા માટે જામનગર વિભાગની ૧૩૦ સહિત રાજયની ૧૩૦૦ એસ.ટી. બસો રોકવામાં આવી છે. જેના પગલે અનેક રૃટો રદ કરાશે જેથી વેકેશનના સમયમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનિય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિમાં સરહદી જિલ્લા કચ્છમાં પાકિસ્તાને અનેક સ્થળે ડ્રોન હુમલા કર્યા હતા, અને તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ મુલાકાત લીધી હતી. અને હવે ૨૬ મીએ વડાપ્રધાન પણ કચ્છની મુલાકાતે આવવાના હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જનમેની એકઠી કરવા માટે ૧૩૦૦ જેટલી બસો રોકવામાં આવી છે.
જેમાં જામનગર વિભાગના પાંચ ડેપોની ૧૩૦ જેટલી બસો ફાળવવામાં આવી છે જેમાંથી સૌથી વધુ જામનગર ડેપોની ૪૪, ખંભાળિયાની ૨૬, જામજોધપુરની ૨૫, ધ્રોલની ૨૧ અને દ્વારકા ડેપોની ૧૪ બસો ફાળવવામાં આવી છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
