તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
મોરબીના રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઝડપાયા, ૩.૦૨ લાખનો મુદામાલ જપ્ત.
૨ લાખથી વધુની રોકડ સહીત કુલ રૂ ૩.૦૨ લાખનો મુદામાલ કબજે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠમાં રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે જુગાર રમતા નવ જુગારીને ઝડપી લઈને ૨ લાખથી વધુની રોકડ રકમ સહીત કુલ રૂ ૩ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મચ્છી પીઠમાં રહેતો જુસબ મોવર તેના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવે છે જે બાતમીને પગલે ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાં જુગાર રમતા જુસબ ઉર્ફે જુસો ગુલમહમદ મોવર, રાજેશ જીવરાજ પટેલ, સુભાન ઇકબાલ જેડા, સદામ રજાક પરમાર, સરતાજ સલીમ અંસારી, ચિરાગ રાઘવજી પટેલ, ફિરોજ મહમદ હુશેન સિપાઈ, સોયેબ સુભાન લોલાડીયા અને યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજય અગેચણીયા એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૨,૨,૫૦૦ અને અન્ય મુદામાલ મળીને કુલ રૂ ૩,૦૨,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી એ ડીવીઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
