<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th May 2025

મોરબી મનપાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઈ

પ્રિવેન્શનને લગતી સૂચનાઓ અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે હોટેલ, સમાજવાડી અને કોમ્પલેક્ષ જેવી બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટિફિકેટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી. આ સાથે જ પ્રિવેન્શનને લગતી સૂચનાઓ અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. આ ઉપરાંત તા. 14-5-2025ના રોજ મોરબી મહાનગરપાલિકા ખાતે ફાયર એન્ડ ઈમરજન્સીના સ્ટાફ દ્વારા ફાયર લેડર ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફાયર લેડર ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ બિલ્ડીંગમાં લેડર રેસ્ક્યુની મોક ડ્રિલ કરી ફાયર સ્ટાફની કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે કે કેમ તેના માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ડ્રિલનું આયોજન ક૨વામાં આવે છે. તેમજ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ લોકોને ફાયર સેફટી વિશે માહિતીગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલીક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.


 

(12:08 AM IST)