<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ચોટીલાના ત્રંબોળામાં નશો કરી આવેલા જકરી સાડીમીયાએ પત્‍નિ અને પુત્રીને મારમાર્યો

બંને માતા-પુત્રીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

 

 

રાજકોટ તા.૨૬: ચોટીલાના ત્રંબોળા ગામમાં નશો કરીને આવેલા પતિએ પત્‍નિ અને પુત્રીને મારમારતા બંનેને રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.મળતી વિગત મુજબ ચોટીલાના ત્રંબોળાગામમાં રહેતા નીતાબેન જકરી સાડમીયા (ઉ.વ.૩૫) રાત્રે પોતાના ઘરે હતા. ત્‍યારે પતિ જકરી નશાની હાલતમાં ધરે આવી પત્‍નિ નીતાબેન સાથે ઝઘડો કરવા લાગ્‍યો હતો. દરમ્‍યાન પુત્રી સેજલને ઢીકાપાટુનો મારમારી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બંનેને માથા તથા શરીરે ઇજા થઇ હતી દેકારો બોલતા પતિ જકરી ભાગી ગયો હતો બાદ માતા-પુત્રીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા આ અંગે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે.  (૩.૫)

(11:20 AM IST)