News of Monday, 26th May 2025
પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીથી જમીન અને લોકોના આરોગ્યની થાય છે સુરક્ષા
ગુજરાતના રાજ્યપાલ પણ પ્રાકળતિક કળષિ ઉપર ભાર ધરતીપુત્રો જોડાય તેવી થઈ અપીલઃ ગૌ આધારિત ખેતી અને કુદરતી ખેતીથી થતા ફાયદા વિશે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેલાવાઈ જનજાગૃતિ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૬: ગુજરાત રાજ્યના રાજ્યપાલ પ્રાકળતિક ખેતી ઉપર ભાર મુકી રહ્યા છે અને વધુને વધુ ખેડુતો પ્રાકળતિક ખેતી કરે તે માટે અપીલ થઈ રહી છે ત્યારે પોરબંદરમાં સામાજિક પ્રવળત્તિઓ કરતી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણપ્રાકળતિક ખેતી ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, આધુનિકયુગમાં ખેતીની પદ્ધતિઓમાં મોટા ફેરફારો આવ્યા છે.રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને હોર્મોન્સનો ઉપયોગ કરીને ખેતીમાં ઉત્પાદન વધારવાનો પ્રયાસ થાય છે.પરંતુ, આ પદ્ધતિઓના દીર્ઘકાલીન નુકશાનો સ્પષ્ટ થઈ રહ્યા છે. તેની વિરૂદ્ધમાં,પ્રાકળતિક ખેતી એક સ્વસ્થ, ટકાઉ અને પર્યાવરણને મદદરૂપ વિકલ્પ તરીકે ઉભી થઈ છે.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,્પ્રાકળતિક ખેતીમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને હર્બિસાઇડ્સનો ઉપયોગ નથી થતો. આથી, માટી, પાણી અને હવાનું પ્રદુષણ ઘટે છે. જમીનની ફળદ્રુપતા ટકી રહે છે અને જૈવવિવિધતા સુરક્ષિત રહે છે. પ્રાકળતિક રીતે ઉગાડવામાં આવતી ફળો અને શાકભાજીમાં રાસાયણિક અવશેષો નથી હોતા. આથી, તે માનવ સ્વાસ્થ્ય માટે સુરક્ષિત અને વધુ પોષણયુક્ત હોય છે.
રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. માટીમાંથી જીવાતમાત્રા નાશ પામે છે અને જમીન બંજર બની જાય છે.રાસાયણિક ખેતીમાં વપરાતા ઝેરી પદાર્થો વરસાદી પાણી સાથે મિશ્રિત થઈ નદીઓ અને ભુગર્ભ જળમાં પ્રવેશે છે, જે પીવાના પાણીને દુષિત કરે છે.રાસાયણિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા પેસ્ટિસાઇડ્સ કેન્સર, લિવરના રોગ, હોર્મોનલ અસંતુલન અને અન્ય ગંભીર રોગોનું કારણ બની શકે છે.રાસાયણિક ખેતી ફાયદાકારક જીવાતુઓ, પક્ષીઓ અને મધમાખીઓને મારી નાંખે છે, જે પર્યાવરણીય સંતુલનને ખોરવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની કિંમત વધુ હોવાથી ખેડુતોને ખેતીનો ખર્ચ વધી જાય છે.રાસાયણિક ખેતીમાં ઉત્પન્ન થયેલા ખાદ્ય પદાર્થોમાં હાનિકારક રાસાયણિક અવશેષો હોય છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.રાસાયણિક ખેતીમાં સિંચાઈ માટે વધુ પાણીની જરૂર પડે છે, જે જળસંઘર્ષનું કારણ બને છે.
આમ,પ્રાકળતિક ખેતી એક સ્વસ્થ, ટકાઉ અને પર્યાવરણને અનુકુળ ખેતી પદ્ધતિ છે, જ્યારે રાસાયણિક ખેતીના ગંભીર નુકસાનો છે. ભવિષ્યમાં ખોરાક સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રાકળતિક ખેતીન ેપ્રોત્સાહન આપવું જરૂરી છે.પ્રાકળતિક ખેતીથી અનેક પ્રકારના ફાયદા થાય છે. જમીન અને માનવીનું આરોગ્યપ્રાકળતિક ખેતીને લીધે બચે છે. તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ. (૩.૬)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
