News of Monday, 26th May 2025
પોરબંદરની ભાદર નદી કાંઠે રેતીનું વહન કરતા ૫ ડમ્પર ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૬: કલેકટર પોરબંદરની સૂચના તથા ભૂસ્તરશાષાીના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભુસ્તર શાષાી પોરબંદર તથા તપાસ ટીમ દ્વારા કુતિયાણા તાલુકાના કોટડા ગામે સરકારી વાહનની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન ભાદર નદી કાંઠે સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર રીતે વહન કરવાના ઇરાદા સહ આવેલ કુલ ૫ ડમ્પર વાહનોને ઝડપી લેવામાં આવેલ તેમજ તમામ વાહનોને સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલ તેમજ તા.૨૫-૦૫-૨૦૨૫ તપાસ ટીમ દ્વારા પોરબંદર તાલુકાના રાતડી તપાસ દરમ્યાન રાતડી ગામ તરફ જવાના રસ્તા પર ટ્રક નંબર GJ-૦૭-X-૪૪૬૪ અને ટ્રક નંબર GJ -૧૧-W-૩૯૭૮ દ્વારા બિલ્ડીંગ લાઈમ્સ્ટોન ખનીજ ના ગેરકાયદેસર વહન સબબ અને ટ્રક નંબર GJ ૦૭ X ૬૯૪૪ બિલ્ડીંગ લાઈમ્સ્ટોન ખનીજના ઓવરલોડ વહન સબબ વાહનો રૂા.૯૪ લાખ ઝડપી લેવામાં આવેલ તેમજ તમામ વાહનોને સીઝ કરી મિયાંણી મરીન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલ તેમજ જવાબદાર વાહન માલિક /સંડોવાયેલ તમામ ઇષમો સામે આગળની નિયમોનુસારની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. (રર.૭)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
