News of Monday, 26th May 2025
કાલે ભાણવડના હાથલાનાં શ્રી શનિદેવ મંદિરે શનિદેવ જયંતિની ઉજવણી
ઐતિહાસીક-પ્રાચીન મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટયાઃ વિશેષ પૂજન-અર્ચન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૬: કાલે મંગળવારના રોજ અમાસના દિને દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે આવેલા શનિદેવના જન્મ સ્થાન મંદિરે શનિ જન્મ જયંતિની તથા ઉજવણી થશે તે માટે દિવસોથી આયોજન પણ શરૂ થઇ ગયું છે. દ્વારકા જિલ્લાના હાથલા ગામે અત્યંત પ્રાચીન શ્રી શનિદેવનું મંદિર આવેલુ છે. જે ખુબજ ઐતિહાસિક છે તથા પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવેલું છે. અહીં પ્રાચીન વાવ આવેલી છે તથા મંદિરની સામે વિશાળ તળાવ પણ આવેલુ છે. શનિદેવની બે અત્યંત પ્રાચીન ભવ્ય પ્રતિમાઓ તથા મંદિરમાં ગર્ભગૃહમાં જ સાડાસાતી પનોતી તથા અઢી વર્ષની પનોતીની પ્રાચીન પ્રતિમા પુર્ણરૂપે છે. મંદિરની બહારજ પ્રાચીન હનુમાનનું તથા નજીકમાં કુવા પાસે જ બીલીના વૃક્ષ નીચે મહાદેવ પણ બિરાજમાન છે.
અહીં શનિવાર, રવિવાર તથા મંગળવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉભરે છે. વળી શનિદેવનું ભારતમાં એક માત્ર જન્મસ્થળ હોવાથી તથા ભારતમાં પનોતીદેવીના બન્ને પનોતીના મંદિરો અહીં હોવાથી પનોતી ઉતારવા પણ અહીં ભાવિકો દુરદુરથી આવે છે.
શનિ જયંતિ હોય ત્યારે તો ભાવિકો એટલી મોટી સંખ્યામાં આવે છે કે અહીં ભાવિકો પનોતીરૂપે પોતાના બુટ, ચપ્પલ પગરખા મુકી જાય છે તેના ટ્રેકટરો ભરાય છે તથા અહીં સ્નાન કરવાનું પણ ખુબજ મહત્વ છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
