News of Monday, 26th May 2025
પોરબંદર સાયબર ક્રાઈમનો સપાટો : હિરલબા અને સાગરીતોના ગુન્હામાં મુંબઈથી સચિન મહેતાની ધરપકડ! : જૂઓ વિડીયો
IPC કલમ 411, 413, 420, 120B અને IT એક્ટની કલમ 66D હેઠળ ગુનો નોંધાયો : PI એસ.આર. ચૌધરીની ટીમે કાર્યવાહી કરી

(પરેશ પારેખ દ્વારા),પોરબંદર : પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નંબર 11218019250002/2025 IPC કલમ 411, 413, 420, 120B તથા આઇ.ટી. એક્ટ 2000ની કલમ 66D મુજબના કેસમાં આજે સાયબર ક્રાઈમ પોલીસને વધુ એક સફળતા મળી છે. આ ગુનામાં મુખ્ય આરોપી હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની સાથે મહત્વની ભૂમિકા ભજવનાર તરીકે તપાસ દરમિયાન જેનું નામ ખુલ્યું હતું તેવા સચિન કનકરાય મહેતા (રહે. માલાડ વેસ્ટ, મુંબઈ)ની ધરપકડ કરવામાં આવી છે.
પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીનાઓ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે. તેમણે આજે તા. 26/05/2025 ના રોજ સાંજે 7:00 વાગ્યે સચિન મહેતાની ધરપકડ કરી છે. આ ધરપકડથી ગુનાના મૂળ સુધી પહોંચવામાં અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં મદદ મળશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. સચિન મહેતાની ધરપકડ બાદ આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
