<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

મોટી કુકાવાવમાં સ્વ. ડોલરભાઈ દવેના પરિવારજનોની મુલાકાતે દિલીપભાઈ સંઘાણી,વિરજીભાઈ ઠુંમર, જેનીબેન ઠુંમર

રાજકોટ::અમરેલી જિલ્લામાં જનસંઘની શરૂઆત કરનાર અને ભાજપના પીઢ આગેવાન  સ્વ. ડોલરભાઈ દવેના કુંકાવાવ મોટી ખાતેના નિવાસ સ્થાને તેમના પરિવારના સભ્યોની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય સહકારી શિરોમણી, સહકારી આગેવાન રાજ્યના ખેડૂત આગેવાન અને ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી  તેમજ જિલ્લાના પૂર્વ સાંસદ  વિરજીભાઈ ઠુંમર અને તેઓના સુપુત્રી તથા મહિલા કોંગ્રેસના અગ્રણી જેનીબેન ઠુંમર આવ્યા હતા અને સ્વ. ડોલરભાઈ દવેના ભાઈ હસુભાઈ દવે ( ગુરુજી) તેમજ ડોલરભાઈના પુત્રો મુન્નાભાઈ ( તાલુકા હોમ ગાર્ડ કમાન્ડર) તથા એડવોકેટ અને  જિલ્લા નોટરી યોગેશ દવે અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

(9:19 AM IST)