<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ભુજમાંથી ક્રિકેટનો સટ્ટો ઝડપી લેતી સ્‍ટેટ મોનીટરીંગ સેલ : બે કરોડથી વધુની આઇડી બેલેન્‍સ સાથે સ્‍મીત ઠક્કર દબોચાયો

૧૦ જેટલા શખ્‍સોની નામ-સરનામા અને આઇડી એકાઉન્‍ટના આધારે શોધખોળ

રાજકોટ, તા., ર૮: સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ભુજના હમીરસર તળાવ પાસે આઇના મહેલ રોડ ઉપર દરોડો પાડી બે કરોડ ૬૫ લાખ ૨૬ હજાર ૯૪૦ની ટોટલ આઇડી બેલેન્‍સ સાથે સ્‍મીત કૈલાશકુમાર ઠક્કર (ગણાત્રા) ને કાર સાથે ઝડપી લઇ  ક્રિકેટ સટ્ટા બેટીંગનો પર્દાફાશ કર્યો છે.

ડીવાયએસપી કે.ટી.કામરીયાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ કે.એચ.જનકાંતની ટુકડીએ દરોડો પાડી કાર, મોબાઇલ અને રોકડ સહિત પ,૭૦,ર૦૦નો મુદામાલ પણ કબ્‍જે કર્યો છે. ભુજના ઓઢવ રેસીડેન્‍સી વિસ્‍તારમાં રહેતો સ્‍મીત સટ્ટા બેટીંગનો મુખ્‍ય આરોપી છે. આ ઉપરાંત સ્‍ટેટ મોનીટરીંગ સેલમાંથી મળી આવેલી હિમાંશુ કીલીંગરની માસ્‍ટર આઇડી vegasbook9.com  આપનાર આરોપી,  વિશાલ મહેશ્વરી રહે. મુંબઇ,  ગનીબજાર, રહે. નલીયા, સલીમ રહે. નલીયા, જયદીપ શાહ રહે. નલીયા, આનંદ રાજ રહે. નલીયા, આકાશ રહે. ભુજ અને jsnb12  નો આઇડી ધારક ઉપરાંત jsnbb ના આઇડી ધારક સહિત ૧૦ ની શોધખોળ  હાથ ધરવામાં આવી છે.

(2:37 PM IST)