તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Wednesday, 28th May 2025
બગોદરા પાસે ગોંડલ જતા ઇકો કાર પાર્ક કરેલા ટ્રેલર પાછળ અથડાતા એકનું મોત

વઢવાણ, તા.૨૮: બગોદરા હાઈવે પર ટોલટેક્સ નજીક હોટલ પાસે હાઇવે પર ગેરકાયદે પાર્ક કરેલી એક ટ્રકની પાછળ મોડી રાત્રે ત્રણ વાગ્યે ગોંડલ જતા રહેલ ઇકોવાન અથડાઈ હતી. આ ઘટનામાં દિનેશભાઈ અંબાલાલભાઈ પટેલ (રહે.હાલોલ, પંચમહાલ)નું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ થવા પામી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કુચડો બોલાઈ ગયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા વળ્યા હતા. ઇજાગ્રસ્તને બગોદરા ૧૦૮ મારફતે હોસ્પિટલ સારવા માટે ખસેડવામાં આવ્યા હતા. બગોદરા પોલીસને બનાવવાની જાણ થતા મળતકના મળતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમે ત્યાં અને આડેધડ રીતે ટ્રક, ટ્રેલક પાર્ક કરીને ડ્રાઈવરો આરામ ફરમાવતા હોય છે. જેના કારણે અન્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. ભૂતકાળમાં હાઇવે પર ગેરકાયદે વાહન ર્પાકિંગના કારણે અનેક માનવ જીંદગી હોમાઇ છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરી હાઇવે પર આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો પર કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
