<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

આટકોટની માતુશ્રી કે.ડી.પી.મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલનો આજે ચોથા વર્ષમાં પ્રવેશ

ડો.ભરતભાઈ બોઘરા દ્વારા અનેક સુવિધા ઉપલબ્‍ધઃ નરેન્‍દ્રભાઈના હસ્‍તે લોકાર્પણ થયું'તુ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૮: જસદણના આટકોટમાં તા.૨૮ મે ૨૦૨૨ને શનિવારના રોજ દેશનાં ડાયનેમિક વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ખુલ્લું મુકેલ માતળશ્રી કેડીપી મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ પોતાની અનમોલ સેવા સાથે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં આ હોસ્‍પિટલના સર્વેસર્વા ડો.ભરતભાઈ બોધરાને સૌરાષ્‍ટ્રભરમાંથી શુભેચ્‍છા સાથે શુભકામના મળી રહી છે. એક સમય એવો હતો કે જસદણ નજીકના દર્દીઓને કોઈ નિષ્‍ણાંત તબીબની જરૂર હોય તો એમણે છેક રાજકોટ સુધી ધક્કો થતો પણ આ હોસ્‍પિટલમાં ત્રણ વર્ષમાં લાખો દર્દીઓએ સાવ નજીવા ભાવમાં પોતાની સારવાર મેળવી છે એમની દુઆ આખા'ય ટ્રસ્‍ટી મંડળને મળી છે ખાસ કરીને પી એમ જે વાય યોજનાનો લાભ પણ હજજારો દર્દીઓએ મેળવ્‍યો છે પણ એમાંય કોઈ ગરીબ દર્દીઓ પૈસાના અભાવે હેરાન થયાં નથી જેનો સઘળો શ્રેય ડો.ભરતભાઈ બોઘરાને જાય છે તેમની અંગત આબરૂને કારણે આ જબરી હોસ્‍પિટલ નિર્માણ પામી બહોળી સંખ્‍યામાં ટ્રસ્‍ટીઓ જોડાયા ખાસ કરીને અતિ વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી લોકાર્પણ કરવા ખાસ ડો.ભરતભાઈ બોઘરાના માનની ખાતર આટકોટ આવ્‍યાં ઝીણી ઝીણી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્‍પિટલ નિર્માણ બદલ ડો. ભરતભાઈ અને ટ્રસ્‍ટીઓને ખાસ અભિનંદન આપ્‍યા હતાં.

 આ હોસ્‍પિટલ આજે ત્રણ વર્ષ પછી પણ દર્દીઓ માટે સંજીવની બની રહી છે ઉલ્લેખનીય છે કે કેડીપી હોસ્‍પિટલનું લોકાર્પણ ત્રણ વર્ષ પહેલાં થયું ત્‍યારે જસદણ પંથકમાં એક અનોખો માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે આઝાદી પછી જસદણ વિધાનસભામાં ભાજપનો લહેરાવનાર પ્રથમ ધારાસભ્‍ય ડો.ભરતભાઈ બોઘરા હતાં ત્‍યારબાદ જબરજસ્‍ત પ્રજાકીય કાર્ય કર્યા તે થકી આજ સુધી વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ગુડબુકમાં છે.

(10:49 AM IST)