News of Wednesday, 28th May 2025
જામકંડોરણાના બોરીયા ગામની સીમમાં જુગાર રમતા ૭ પકડાયા
ર.૪૬ લાખનો મુદામાલ કબ્જેઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ, તા., ર૮: જામકંડોરણાના બોરીયા ગામની સીમમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ૭ શખ્સોને ર.૪૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહએ પ્રોહી. તથા જૂગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢતા સુચના આપેલ હોય જે અન્વયે એલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇ. વી. વી. ઓડેદરા તથા પો. સબ. ઇન્સ. એચ. સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી. બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એએસઆઇ શકિતસિંહ જાડેજા, એચ. સી. કૌશીકભાઇ જોષી, અરવિંદસિંહ જાડેજા, તથા વિજયસિંહ જાડેજાને સંયુકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે જામકંડોરણા પો. સ્ટે. ના તાબા હેઠળના બોરીયા ગામની માર નામની સીમમાં રેઇડ કરી જુગાર રમતા (૧) ભીમજી મુળજીભાઇ લુણાગરીયા રહે. ગામ બોરીચા, (ર) રસીક નરશીભાઇ પરમાર રહે. ધોરાજી પાવરીયાપરા વિસ્તાર (૩) અલ્તાફ હનીફભાઇ અભેસોરા રહે. ધોરાજી રાધાનગર પાણીના ટાંકા પાસે, (૪) સુરજ ઉર્ફે સુરીયો કિશોરભાઇ ડાભી રહે. ધોરાજી સોમનાથ મંદિર પાસે, (પ) અશોક કુરજીભાઇ સોમાણી રહે. ધોરાજી ફરેણી રોડ તા. ધોરાજી (૬) સંજય રવિભાઇ મકવાણા રહે. ધોરાજી ફરેણી રોડ સબ સ્ટેશન પાસે તથા (૭) ધીરૂ પોપટભાઇ વરસાણી રહે. ગામ જશાપર બસ સ્ટેન્ડ પાસે રોકડા રૂા. ૪૦,૪૧૦ એક કાર, બે બાઇક તથા ૬ મોબાઇલ મળી કુલ ર,૪૬,૪૧૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ કાર્યવાહી એલસીબી રાજકોટ ગ્રામ્યના એએસઆઇ શકિતસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અનીલભાઇ બડકોદીયા, પો. હેડ કોનસ. વિજયસિંહ જાડેજા તથા ડ્રા. પો. કોન્સ. અબ્દુલભાઇ શેખ સહિતનાએ કરી હતી.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
