News of Wednesday, 28th May 2025
૧૭,૩૦૦ ફૂટ ઊંચા ‘‘ફ્રેન્ડશિપ'' શિખર પર “No Drugs Campaign ” ના સંદેશ સાથે જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજના કુશ વાછાણી, ડો.સતીષ ઘેલાણી, ડો.ગોપાલ રાઠોડ આ ત્રણ સાહસિક પ્રોફેસરોએ લહેરાવ્યો ત્રિરંગો

જૂનાગઢઃ તા.૨૭ વિશ્વના નકશા પર ભારત આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને એ સફરમાં ગુજરાતીઓના યોગદાનને અવગણવું શકય નથી. આવી જ એક નોંધપાત્ર સાહસગાથા આજે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. ગુજરાતના ૧૫ યુવાન પર્વતારોહકોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલી ૧૭,૩૦૦ ફૂટ ઊંચી ‘‘માઉન્ટ ફ્રેન્ડશિપ'' પર દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો અને એ સાથે જ દેશના યુવાનોમાં નશાવિરોધી જાગળતિ ફેલાવવાનો સંદેશ - “No Drugs Campaign” - ગગનચુંબી શિખર સુધી પહોંચાડ્યો.
આ અભિયાન પાછળ હતી Invincible NGO ની દૃઢ પ્રતિબદ્ધતા. ભારતના સૌથી મોટા ટ્રેકિંગ અને એડવેન્ચર સંસ્થા તરીકે ઓળખાતા ઇન્વિન્સિબલ દ્વારા આ યુવાનોને બે મહિના સુધી કઠોર શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવી. જેમાં દરરોજ રનિંગ, સામાન સાથે ચઢાણ, યોગ-પ્રાણાયામ, ટેક્રિકલ વિડિઓ લેકચર્સ અને અનુભવ સંપન્ન કોચીઝની માર્ગદર્શિકાની આગવી સિદ્ધિનો સમાવેશ થાય છે. ત્યારબાદ શારીરિક કસોટીના આધારે આ યુવાઓની પસંદગી કરવામાં આવી હતી.
ટીમે ૨૦ મેના રોજ પોતાની યાત્રાની શરૂઆત કરી અને ૨૬ મે શિખર સર કરી સફળતા પ્રાપ્ત કરી. દુર્ગમ માર્ગ, હિમયુક્ત વાતાવરણ અને ઓક્સિજનની અછત જેવી તમામ અડચણોને પાર કરી ગુજરાતના યુવાનો તિરંગો લહેરાવ્યો. આ સાથે સાથે એ No Drugs Campaign નો મેસેજ પણ આપ્યો હતો. જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગળતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ. દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.
આ ૧૫ સાહસિક યુવાની ટીમમાં કુશ વાછાણી, ડો.ગોપાલ રાઠોડ, ડો.સતીષ ઘેલાણી અને અન્ય ૧૨ સાહસિક લોકોએ પોતાની હિમ્મત અને સંકલ્પશક્તિથી દેશનું ગૌરવ વધાર્યું હતું.
Invincible NGO ના “No Drugs” અભિયાન હેઠળ આયોજિત આ શિખર વિજય માત્ર એક સાહસ ન હતું પણ યુવાશક્તિને એક નવી દિશા આપતું, નકારાત્મક પ્રવળત્તિઓ સામે યુવાનોના સકારાત્મક ઉદ્ધોષરૂપ સંકલ્પનું પ્રતિબિંબ હતું
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
