News of Wednesday, 28th May 2025
જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી, વૃધ્ધનો ટેસ્ટ કરાતા પોઝિટિવ
૪ દર્દીને શંકાસ્પદ કોરોના તમામને હોમ આઇસોલેટ કરાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮ : રાજ્યના અન્ય વિસ્તારોની સાથે જુનાગઢ શહેરમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે. એક વળધ્ધનો ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ આવ્યો હતો.
જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા એક ૬૦ વર્ષીય વળધ્ધને લક્ષણો ગણાતા આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. શહેરના અન્ય વિસ્તારમાં પણ ૪ શંકાસ્પદ કોરોના હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ચાર દર્દીને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
બીજી તરફ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ થયું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે ૮૦૦ બેડનો આઇસોલેશન વોર્ડ, ૫૦ બેડ ઓક્સિજન ઉપરાંત ૭ તથા ૮માં માળે ૧૦૦ બેડ અલગ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૦,૦૦૦ લિટર ઓક્સિજનની ટેન્ક સાથે ૧૦૦૦૦ પીપીઈ કીટ અને ૮૦૦૦ માસ્ક સહિત ૧૯૦૦ ટેસ્ટ થાય તેટલી આરટી પીસીઆર કીટ તૈયાર રાખવામાં આવેલ છે. (
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
