News of Wednesday, 28th May 2025
અમરેલી યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 600 બોક્સ કેરીની આવક થઇ જ્યારે કાચી કેરીના 40 બોક્સની આવક થઇ

અમરેલી : આજે અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 600 રૂપિયા બોલાયો છે. યાર્ડમાં કાચી કેરીનો 20 કિલોનો ભાવ જોઇએ તો ઉંચો ભાવ 500 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 400 રૂપિયા સુધી બોલાયો છે. અમરેલી માર્કેટ યાર્ડ દ્વારા જણાવ્યા અનુસાર આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 600 બોક્સ કેરીની આવક થઇ છે. જ્યારે કાચી કેરીના 40 બોક્સની આવક થઇ છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
