News of Wednesday, 28th May 2025
જુનાગઢ પોલીસ ડિપાર્ટમેન્ટમાં 30 વર્ષ ફરજ બજાવનાર સ્વ. પ્રાણજીવનભાઈ કાનજીભાઈ પંડ્યા(ભરાડ)ની આજે ૧૧મી પુણ્યતિથિ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮ : સ્વ. પ્રાણજીવનભાઈ કાનજીભાઈ પંડ્યા ( ભરાડ ) જુનાગઢની આજે ૧૧મી પુણ્ય તિથિ છે.મૂળ વતન અમરેલી તથા જુનાગઢ ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં 30 વર્ષ જેટલી સર્વિસ કરેલ.મહાદેવ સોમનાથ ના ઉપાસક હતા.
અમરેલી ખાતે કુકાવાવ નાકા પર સોમનાથ મહાદેવના મંદિર ના જીણો દ્વારમાં મુખ્ય સેવક રહેલા.નિવૃત્તિ પછી અધ્યાત્મક સાથે વિશેષ જોડાણ રહેલ.નખ શીખ પ્રામાણિક તરીકે તેમની છાપ રહેલી એમના સાથી કર્મચારી પ્રા.કા. પંડ્યા ના હુલામણા નામ સાથે જાણીતા હતા.
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને અઠવાડિયામાં બે થી ત્રણ વાર ટિફિન પહોંચાડવા તેમનું સેવા કાર્ય રહ્યું હતું.પશુ પંખીને પાણી તથા ચણ
રોજનો નિત્યક્રમ રહેતો.
તેમના આદર્શ જીવનમાંથી ઘણું બધું જીવનના બોધપાઠો, સતકર્મો શીખેલા.ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં.અગણિત છે ઉપકાર એના એ કદી વિહળશો નહીં.તેમ
હરેશ પંડ્યા જુનાગઢએ જણાવ્યું છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
