News of Thursday, 29th May 2025
કેશોદમાં આખલો બાઇક સાથે અથડાતા વૃધનું મૃત્યુ
રખડતા ઢોરનો ત્રાસ, લોકોમાં પરેશાન, રોષ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૯: કેશોદમાં આખલો બાઇક સાથે અથડાતા વળધ્ધનું મળત્યુ થતાં ગમગીની ઙ્કસરી ગઈ હતી.
રખડતા ઢોરનો ત્રાસ દિન ઙ્કતિદિન વધી રહ્યો છે. રસ્તાઓ પર જાહેરમાં રખડતા ઢોર અડિંગો બનાવીને ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે. રખડતા ઢોરને અંકુશમાં લેવા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ નકર કાર્યવાહીના અભાવે રખડતા ઢોરની સમસ્યા યથાવત રહી છે. આ સ્થિતિ વચ્ચે કેશોદમાં આખલાએ એક વળદ્ધનો ભોગ લેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને નગરપાલિકાની કામગીરી સામે લોકોમાંથી સવાલ ઉઠ્યા છે.
કેશોદની મેઘના સોસાયટીમાં રહેતા પ્રવિણકુમાર મુળશંકરભાઇ મહેતા ઉ.વ. ૫૯ નામના વળદ્ધ ગઈકાલે સાંજે એરપોર્ટ રોડ ઉપર વોકીંગ કરીને પોતાની મોટર સાયકલ લઇ જતા હતા.
આ વખતે એરપોર્ટ રોડ ઉપર બે આખલા (બળદો) રોડ ઉપર ઝઘડતા હતા જેમા પ્રવીણભાઈની મોટરસાયકલ સાથે બાધતા બાધતા આખલાએ હડફેટમા લેતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન વળધ્ધનું મળત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મરનાર વળદ્ધના પુત્ર દેવાંગભાઈ મહેતાના નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.(૨૩.૧૦)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
