<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

જામનગર પંચ-એ / પંચ-બી તથા કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ ઇંગ્‍લીશ દારૂ કુલ નંગ-૧૭,૪૯૭ કિ.રૂ.૪૧,૮૩,૫૨૭/ના મુદામાલનો નાશ

 જામનગરઃ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ માર્ગદશન આપેલ હોય. શ્રી પ્રતિભા, મદદનિશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ તેમજ સરકારી સમીતીના અધ્‍યક્ષ બી.એ.કાલરીયા સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટ જામનગર ગ્રામ્‍ય વિભાગ તથા આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્‍ય વિભાગ તથા ઝેડ.એફ.સિધિ નશાબધી અને આબકારી અધિકારી જામનગર તથા પી.જી.પનારા પોલીસ ઇન્‍સ. કાલાવડ ગ્રામ્‍ય પો.સ્‍ટે. તથા એમ.એન.શેખ પોલીસ ઇન્‍સ. પંચ-એ પો.સ્‍ટે. તથા વી.જે.રાઠોડ પોલીસ ઇન્‍સ પંચ-બી પો.સ્‍ટે. નાઓની કમીટી દ્વારા પંચ-એ/ પંચ-બી તથા કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં અલગ-અલગ ગુન્‍હાના કામે પકડાયેલ ઇગ્‍લીંશ દારૂની બોટલો તથા ચપટા તથા બીયર ટીન મળી કુલ નંગ-૧૭,૪૯૭/- કિ.રૂ. ૪૧,૮૩,૫૨૭/ના ઇગ્‍લીંશ દારૂના મુદામાલ ની કોર્ટ દવારા મંજુરી મેળવી જામનગર સીવીલ એરપોર્ટ પાસે CISF કમ્‍પાઉન્‍ડની દિવાલ પાસે આવેલ સરકારી ખરાબામાની જગ્‍યામાં નાશ કરવામાં આવેલ ત્‍યારની તસ્‍વીર.

(11:58 AM IST)