News of Thursday, 29th May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં સરપંચ બનવા અનેક ઉમેદવારો આતુર
ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ હવે ભજીયા, ગાંઠીયા, જલેબીના નાસ્તા પાર્ટીના આયોજનો થશે

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતા ગામના સરપંચ બનવા માટે અનેક આગેવાનો કાર્યકરો આતુર છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ હવે ભજીયા, ગાંઠીયા, જલેબીથી નાસ્તા પાર્ટીના આયોજનો થશે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ :.. ૨૨ જૂનના ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ કચ્છમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. હાલે ૧૬૬ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે. આંકડાકીય રીતે વાત કરીએ તો કુલ ૧૦ તાલુકાના ૧૬૬ ગામોમાં ૧૫૨ બેઠકો ઉપર સામાન્ય અને ૨૪૧ બેઠકો ઉપર પેટા ચૂંટણી થશે. ઔદ્યોગિક વિકાસ બાદ કચ્છમાં ગ્રામ પંચાયતમાં સરપંચ પદ્દ મહત્વનું અને કસદાર હોઈ ચૂંટણીઓ રસપ્રદ બની છે. પંચાયતના સભ્યો નું પણ મહત્વ વધ્યું છે. ગ્રામ પંચાયતમાં આમ તો રાજકીય ચિホો કે પક્ષ દ્વારા સીધી ચૂંટણી લડાતી નથી. પરંતુ પરોક્ષ રીતે રાજકીય પક્ષોનું વજન ચોક્કસ અનુભવાય છે.
હળવદ
( દીપક જાની દ્વારા ) હળવદ :.. રાજ્યમાં ખોરંભે પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અંતે મુરત નીકળ્યું છે .રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની કુલ ૮,૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા અંગે એની જાહેરાત કરી છે જેમાં ૪૬૮૮ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩૬૩૮ ગામ પંચાયતો ની પેટા ચૂંટણી આગામી તારીખ ૨૨ જુન યોજાશે અને ૨૫ જૂને મતગણતરી કરવામાં આવશે.નોંધનીય છે કે હળવદ તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૨૮ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. સાથે જ આ ચૂંટણી evm થી નહીં પરંતુ બેલેટ પેપર દ્વારા યોજાનાર હોઈ લાંબા સમય બાદ પંચાયત ની ચૂંટણીમાં લોકોને બેલેન્સ પેપરથી મતદાન કરવા મળશે.
૧૧ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે
લાંબા સમયથી વહીવટદાર થકી પંચાયતનો વહીવટ ચાલતો હતો જોકે આજે ચૂંટણી જાહેર થતાં હળવદ તાલુકાના ધુળકોટ,જુના ઇસનપુર, ઈશ્વરનગર, મંગળપુર, નવાઈસનપુર, રણછોડગઢ, શિવપુર, રાયસંગપુર, નવારાયસંગપુર (ગાંધીપુર), જુના વેગડવાવ નવા વેગડવાવ (શ્રીજી નગર)સહિત ૧૧ ગ્રામ પંચાયતો ની સામાન્ય ચૂંટણી યોજાશે.
૨૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે
રાણેકપર ગ્રામ પંચાયતમાં સરપંચની અને વોર્ડ નંબર ૮ની પેટા ચૂંટણી યોજાશે જ્યારે સિરોઈ, સરંભડા, સાપકડા, સુરવદર, સુંદરગઢ, જુના દેવળીયા, માનગઢ, મીયાણી,જુના માલણીયા, કંદારીયા, કીડી, કોઇબા, ખેતરડી, ઘનશ્યામપુર, ડુંગરપુર, ઢવાણા, નવા દેવળીયા, નવા ઘાટીલા, ટીકર રણ, દિવડીયા, દેવીપુર, ધનાળા, બુટવડા, ભલગામડા, મયાપુર, રાતાભેર, રાયધ્રા સહિતના ગામો ના વિવિધ ખાલી પડેલ વોર્ડની પેટા ચૂંટણી થશે.
ચૂંટણી જાહેરાતની તારીખ ૨૮-૦૫-૨૦૨૫. જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ ૦૨-૦૬-૨૦૨૫ . ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૦૯-૦૬-૨૦૨૫. ઉમેદવારી પત્રની ચકાસણીની તારીખ ૧૦-૦૬-૨૦૨૫ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ : ૧૧-૦૬-૨૦૨૫. મતદાનની તારીખ ૨૨-૦૬-૨૦૨૫.

(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
