News of Thursday, 29th May 2025
બગસરા પાસે કાર સાથે ૩ લાખ પણ ભસ્મીભૂત

બગસરા, જૂનાગઢથી આવતા બગસરા ગાડીની ખરીદી કરવા આવેલા હતા અને બગસરા જેતપુર રોડ ઉપર પાણીના ટાકા પાસે પહોંચતા આ કારમાં અચાનક ગાડીનો ગેસ લીક થતા ગાડીમાં આગ લાગી હતી. જયારે આ ગાડીમાં ચાર વ્યક્તિ બેઠા હતા જેમાં રોહન વલકુભાઇ, રામ નરેશભાઈ, નરેશભાઈ જેન્તીભાઇ તેમજ પિયુષ મહેશભાઈ આ ચાર વ્યક્તિ બગસરા ગાડીની ખરીદી કરવા આવેલ હતા. જયારે આ ગાડીમાં અચાનક આગ લાગી હતી સદનસીબે જાન હાની ટળી હતી, પરંતુ આ ગાડીમાં આવેલા ચાર વ્યકતિઓ પોતાનો જીવ બચાવી નીકળી ગયા હતા. પરંતુ આ ગાડીમાં અનેક ડોકકયુમેન્ટ હતા અને સાથે ત્રણ લાખ જેવી રોકડ પણ હતી જયારે ગાડી સળગી ઉઠતા આ તમામ ડોકયુમેન્ટ ખાખ થઈ ગયા તેમજ ત્રણ લાખ પણ બળી ગયા હતા. જેના લીધે આ રસ્તા ઉપર તમામ વાહનો ઉભા રહી ગયા હતા અને જયારે આ ગાડી ખાખ થઈ ગઈ ત્યાર પછી વાહન વ્યવહાર ફરી ચાલુ થઈ ગયો હતો. (તસવીર-અહેવાલઃ સમીર વીરાણી, બગસરા) (રર.૯)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
