<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

જૂનાગઢમાં પતિનો પત્‍ની પર છરી વડે હુમલો, ઢીકાપાટુનો માર પણ માર્યો

મહિલાને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૨૯, જૂનાગઢમાં પતિએ પત્‍ની પર છરી વડે હુમલો, ઢીકાપાટુનો માર પણ મારતા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ વિગતો એવી છે કે, શહેરમાં ગાંધી ચોક પાસે આવેલ કોંગ્રેસ ભવન નજીક પતિ સાથે રહેતા ૩૫ વર્ષીય રીટાબેન ૨૬ મેના રોજ રાત્રિના ૮:૩૦ વાગ્‍યાના અરસામાં કોંગ્રેસ ભવન પાસે પતિ મનોજ રસિકભાઈ સોલંકી સાથે હતા. પતિને નશો કરવાની ટેવ હોય તેણે મહિલાને જમવાનું આપવા માટે આવેલ સેવાભાવી સંસ્‍થાના લોકો પાસે જવાનું કહેતા રીટાબેન કોંગ્રેસ ભવનથી ગાંધી ચોક તરફ જતા હતા.

 ત્‍યારે પાછળથી પતિ મનોજે આવી થાપાના ભાગે જમણી બાજુ છરી મારી ઢીકાપાટુનો માર મારતા ઇજા થવાથી મહિલાને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.  આ બનાવને લઇ બી ડિવિઝન પોલીસે પરિણીતાના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

(1:03 PM IST)