News of Thursday, 29th May 2025
ભાવનગર શહેરમાં વહેલી સવારે એક ઇંચ વરસાદ : દિવસભર ફરી બફારો- ગરમીથી લોકો તોબા પોકારી ગયા
ભારે વરસાદની આગાહી વચ્ચે પણ ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો ન હતો: લોકો બફારાથી પરેશાન થઈ ગયા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં ગઈકાલે ૪૦.૪ ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. દરમિયાન આજે વહેલી સવારે 4 થી 6 દરમિયાન ધોધમાર વરસાદ ભાવનગર શહેરમાં પડી ગયો હતો. જોકે સવારના સાત પછી ફરી બફારો શરૂ થયો હતો અને આજે પણ મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું.
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગઈકાલે બુધવારે તો મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી વધી 40.4 ડિગ્રી નોંધાયું હતુ. ભારે વરસાદની આગાહી વચ્ચે પણ ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો ન હતો. અને લોકો બફારાથી પરેશાન થઈ ગયા હતા.
દરબાર આજે વહેલી સવારે ૪ વાગે ભાવનગર શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો. સવારે ૪ થી ૬ દરમિયાન શહેરમાં ૨૪ મી.મી. અને 6થી ૮ દરમિયાન ૧ મી.મી. સહિત કુલ ૨૫ મી.મી. વરસાદ આજે સવારે ભાવનગરમાં નોંધાયો છે.
વહેલી સવારે વરસાદ પડ્યા બાદ દિવસ ભર બફારા- ગરમીથી નગરજનો તોબા પોકારી ગયા હતા.
દરમિયાન આજે પણ ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી રહ્યું હતું. ક્યારે લઘુતમ તાપમાન ૨૫.૨ ડિગ્રી નોંધાયું હતુ. જ વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૫૭% રહ્યું હતું. અને પવનની ઝડપ ૩૨ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
