News of Friday, 30th May 2025
સુપ્રીમ કોર્ટના જજ તરીકે કચ્છના પ્રથમ સપૂત નિલયભાઈ અંજારિયા આજે લેશે શપથ
પરિવારજનો સાથે કચ્છના અગ્રણી એડવોકેટ ભરત ધોળકિયા, હરીશ ગણાત્રા, મલ્હાર બૂચ ઉપસ્થિત રહેશે

(ભુજ) દેશના કાયદાકીય જગતમાં કચ્છ જિલ્લા માટે આજે એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે. દેશના પશ્ચિમી છેડે આવેલા સરહદી જિલ્લા કચ્છના વતની એવા નિલયભાઈ વી. અંજારિયા સુપ્રીમ કોર્ટના જજ તરીકે આજે શપથ લેવા જઈ રહ્યા છે. હાલે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિલયભાઈ વી. અંજારિયા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે અનેક મહત્વના ચુકાદાઓ આપી ચૂક્યા છે. ૨૩ માર્ચ ૧૯૬૫ માં જન્મેલા ૬૦ વર્ષીય નિલયભાઈએ કચ્છ જિલ્લામાં પોતાના વતન માંડવીમાં ૧૯૮૮ થી વકીલાતની શરૂઆત કરી હતી. તેમના પિતા પણ આ જ કાયદાકીય ક્ષેત્રમાં હતા. ૧૧/૧૧/૨૦૧૧ ના તેમને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે બઢતી મળી હતી. ૨૫/૦૨/૨૦૨૪ ના તેમણે કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ ના હસ્તે નિલય અંજારિયા સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કરશે. આ પ્રસંગે તેમના પરિવારજનો સાથે કચ્છના અગ્રણી એડવોકેટ ભરત ધોળકિયા, હરીશ ગણાત્રા અને મલ્હાર બૂચ ઉપસ્થિત રહેશે.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
