News of Friday, 30th May 2025
ગોંડલમાં છોકરા બાબતે સુનિલ પર કિરણનો પથ્થરથી હુમલો
યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૩૦ :.. ગોંડલમાં નવા માર્કેટીંગ યાર્ડમાં છોકરા બાબતે યુવાન સાથે પાડોશી શખ્સે ઝઘડો કરી પથ્થરનો ઘા કરી માથામાં ઇજા કરતા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
મળતી વિગત મુજબ ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડ પાસે ગુલાબનગરમાં રહેતો સુનિલ મુન્નાભાઇ મીઠાપરા (ઉ.વ.ર૭) ગઇકાલે માર્કેટીંગ યાર્ડમાં મજૂરી કામે હતો. ત્યારે તેનો ભત્રીજો બીજા છોકરા સાથે ઝઘડો કરતો હોઇ તેથી સુનિલ ભત્રીજાને છોડાવવા જતા તેના ઘર નજીક રહેતો કરણ મકવાણાએ આવી ઝઘડો કરી ઇંટનો ઘા કરતા સુનિલને માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ગોંડલ બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
