<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ગોંડલ સીટી એ તથા બી ડીવિઝનના નવનિયુક્‍ત પી.આઈ ની અધ્‍યક્ષતામાં લોકદરબાર યોજાયો

ગોંડલ સીટી એ ડિવિઝનના પી.આઇ. એલ.આર. ગોહિલ તથા બી ડીવિઝનના પીઆઇ જે.પી. રાવ ના અધ્‍યક્ષ સ્‍થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બંને ડિવિઝનના નવનિયુક્‍ત પીઆઇ દ્વારા શહેરમાં કાયદો વ્‍યવસ્‍થા જળવાઈ રહે તેમજ આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશન ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં શહેરની ટ્રાફિક સમસ્‍યા નાની બજાર, મોટી બજાર બસ સ્‍ટેન્‍ડ ચોક, ગુંદાળા દરવાજા, વિક્રમસિંહજી રોડ જેવાં વિસ્‍તારમાં ટ્રાફિકને લગતી સમસ્‍યાઓ અંગે રાબેતા મુજબ રજૂઆત કરી હતી. આ તકે ગોંડલ શહેરના હિન્‍દૂ-મુસ્‍લિમ સમાજના આગેવાનો તેમજ સામાજિક સંસ્‍થાના આગેવાનો અને વેપારીઓ લોક દરબારમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:48 AM IST)