<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

આતંકી હુમલાના મૃતક પિતા-પુત્રનાં પરિવાજનોની મુલાકાતે આસામના મંત્રીઃ ૧૦ લાખની સહાય

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦: પહેલગાવ ના આંતકવાદી હુમલામાં મળત્‍યુ પામેલા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્‍તારના પિતા-પુત્ર ના પરિવારજનોની આજે આસામના મંત્રી એ મુલાકાત લીધી હતી.  અને આસામ સરકાર તરફથી સહાય આપવામાં આવી હતી.

આસામના જળ સંશાધન મંત્રી પિયુષ હજારીકાએવ મળતક  યતિશભાઈ પરમાર અને સ્‍મિત પરમાર ના પરિવારજનોને તેમના નિવાસસ્‍થાને જઈ મળ્‍યા હતા. અને આસામ સરકાર તરફ થી મળતકોના પરિવારજનોને ૫-૫ લાખ ની સહાય આપવામાં આવી હતી. અને આસામના  મુખ્‍યમંત્રી નો શોક સંદેશો પણ આપવામાં આવ્‍યો હતો.

મળતકો ના પરિવારજનોએ નોકરી આપવા મંત્રી સમક્ષ કરી રજુઆત હતી.

આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારીકા ની સાથે શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ અને જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્‍વિજયસિંહ ગોહિલ, મેયર ભરતભાઈ બારડ અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, કોર્પોરેટર વર્ષાબા પરમાર, પરેશભાઈ પંડયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:49 AM IST)