<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ચરાડવામાં રાત્રે પૂ. દયાનંદગિરીબાપુની સ્‍મૃતિમાં ભજન-સંતવાણી કાર્યક્રમ

મહંત પૂ. અમર દયાનંદ ગિરીબાપુની આગેવાનીમાં શ્રી મહાકાળી આશ્રમે આયોજન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકાર, તા. ૩૦ :  મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક ચરાડવા-દેવળીયા રોડ ઉપર આવેલા શ્રી મહાકાળી આશ્રમે આજે રાત્રીના બ્રહ્મલીન પૂ. દયાનંદગિરીબાપુને શ્રધ્‍ધાંજલી અર્પવા ભજન-સંતવાણી કાર્યક્રમ યોજાશે.

જેમાં ‘‘ભજન મફત'' શબ્‍દને સાર્થક કરનાર ભજન આરાધક છગન ભગત (કોયલીવાળા) તથા અજય ભગત (પ્રજાપતિ-ટંકારાવાળા) અને સાજીંદા ગૃપ ભજન-સંતવાણી  રજૂ કરશે. 

ભાવિકોને લાભ લેવા બ્રહ્મલીન પૂ. દયાનંદગિરીબાપુના શિષ્‍ય પૂ. અમર દયાનંદગિરીબાપુએ આમંત્રણ પાઠવ્‍યું છે.  સંતવાણી-ભજનમાં નિમિત માત્ર ઘનશ્‍યામભાઇ વલમજીભાઇ વામજા, પરેશભાઇ વલમજીભાઇ વામજા, ગૌતમભાઇ વલમજીભાઇ વામજા તથા વામજા પરિવાર (લજાઇ) ગામ છે.

(12:03 PM IST)