News of Friday, 30th May 2025
ભેસાણ નજીક ટ્રકનું તોતીંગ વ્હીલ હાથ, પગ પર ચડી જતા માસુમને ગંભીર ઇજા
અકસ્માત બાદ ટ્રક મૂકી ડ્રાઈવર નાસી ગયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. ભેસાણ નજીકના સુખપુર પાટિયે ટ્રકનું તોતીંગ વ્હીલ હાથ, પગ પર ચડી જતા માસુમને ગંભીર ઇજા પહોંચાડી ટ્રક મૂકી ડ્રાઈવર નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ભેસાણ તાલુકાના ભાટગામ રહેતા ૨૭ વર્ષીય મનીષાબેન લાલજીભાઈ મકવાણા બુધવારે સવારે સાસુ નાથીબેન, દેશની દીકરીઓ જાનવી, જોનશી ૫ વર્ષીય પુત્ર ધ્રુવ સુખપુર ગામથી ભેસાણ ખાતે મામલતદાર કચેરીએ કેવાયસી કરવા માટે આવ્યા હતા. પરત બપોરના ૧-૩૦ વાગ્યે ભેસાણ થી ઓટો રીક્ષામાં બેસી ગામ જતા હતા અને સુખપુર ગામના પાટિયે ઉતર્યા હતા.
તમામ રસ્તો ક્રોસ કરી અને સામા કાંઠે રોડની બાજુમાં ઊભા હતા તેવામાં જૂનાગઢ તરફથી પુરપાટ ઝડપે આવેલા જીજે ૧૧ એક્સ ૮૨૧૨ નંબરના ટ્રકના ચાલકે ધ્રુવને લેતા પડી જવાથી ટ્રકનું આગળનું વ્હીલ તેના ડાબા પગ તથા ડાબા હાથ ઉપર ચડી ગયું હતું અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો.
ગંભીર ઇજા પામેલા બાળકને ઙ્કથમ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો અને ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.
આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત બાળકની માતાની ફરિયાદ લઈ ભેસાણ પોલીસે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. (પ-૧૪)
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
