તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Friday, 30th May 2025
ગોંડલ માર્કેટયાર્ડમાં તરબૂચના ભાવ ધટી ગયા છે. એક મણના 80 થી 160 રૂપિયા બોલાયા
સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી થાય છે જેમાં ખાસ કરીને ઉનાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે

ગોંડલ તા.૩૦ : ગોંડલ માર્કેટયાર્ડમાં તરબૂચના ભાવ ધટી ગયા છે. એક મણના 80 થી 160 રૂપિયા બોલાયા છે દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.
વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ
ફળ નીચો ભાવ ઉચો ભાવ
દાડમ 400 1100
સફરજન 2000 4000
ચીકુ 300 500
કેળા 440 560
સંતરા 1200 1900
તરબૂચ 80 160
ક્મલમ 1200 1800
ગુલાબ 3000 4600
બદામ કેરી 400 1000
રાજાપુરી કેરી 800 1100
મોસંબી 400 500
દ્રાક્ષ 1200 1800
કીવી 6800 7600
કેસર કેરી 600 1800
આલુચા 1400 3400
તોતાપુરી કેરી 240 400
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
