News of Saturday, 31st May 2025
મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે તા.30- 5 -2025 નાં રોજ “શ્રી ગીર ફાઉન્ડેશન ગાંધીનગર”, ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી” તથા “મિશન નવ ભારત મોરબી જીલ્લા” નાં સંયુક્ત ઉપક્રમે ” આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ 2025” ની ઉજવણી સંદર્ભે “Beat Plastic Pollution ” વિષય પર વધુમાં વધુ લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનાં ખાસ ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શ્રી ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા “મિશન નવ ભારત મોરબી જીલ્લા” દ્વારા આયોજીત આ “પ્લાસ્ટીક મુક્ત ભારત ” માં સ્વાગત પ્રવચન શ્રી અશોકભાઈ પાંભર “આસિ. પ્રોગ્રામ કોઓર્ડીનેટર શ્રી ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તથા “સિંગલ યુઝ પ્લાસ્ટીક પ્રદુષણ નિયંત્રણ માટે PPT દ્વારા સમજ શ્રી દિપેનભાઈ ભટ્ટ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી, તથા “વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃતિ અંગે પ્રેકટીકલ સમજ” અમુલભાઈ જોષી, આચાર્ય શ્રી બંધુનગર પ્રાથમિક શાળા, દ્વારા રજુઆત કરવા માં આવેલ.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
