News of Saturday, 31st May 2025
મોરબીમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા રવિવારે સાઈબર ક્રાઈમ જાગૃતિ માટેનો જાહેર સેમીનાર.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી સીનીયર સીટીઝન દ્વારા મોરબી જીલ્લા પોલીસ સાઈબર ક્રાઈમના અધિકારીને સાથે રાખીને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ સૅમિનાર યોજાશે.
વર્તમાન સમયમાં ઘણા વરીષ્ઠ નાગરીક તથા અન્ય લોકો માહિતીના અભાવે સાઇબર ક્રાઈમનો શીકાર બનતા હોય છે. ત્યારે મોરબી જીલ્લા પોલીસ દ્વારા સાઇબર ક્રાઈમ અંગે લોકોને જાગૃત કરવા માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવે છે તેના જ ભાગ રૂપે મોરબી સીનીયર સીટીઝન દ્વારા મોરબી જીલ્લા પોલીસ સાઈબર ક્રાઈમના અધિકારીને સાથે રાખીને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની તમામ સંસ્થા તથા મોરબીના તમામ જનતા આવી શકે છે અને આ કાર્યક્રમ તા 1/6 ને રવિવારના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે મહાવીર સોસાયટી મેદાન, શનળા રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે તેવી માહિતી સંસ્થાના પ્રમુખ ડો. કી. કે લહેરૂ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા અને મંત્રી મહેશ ભટ્ટ દ્વારા આપવામાં આવેલ છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
