<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

વિંછીયામાં ડો.જે. એમ.મકાણીની કાલે શોકસભા

વિંછીયા - જસદણ : વીંછિયામાં આજીવન દર્દીઓની સેવામાં વ્‍યસ્‍ત રહેનારા દાનવીર તબીબ જે એમ મકાણી છેલ્લાં દોઢ વર્ષથી અમેરિકામાં પોતાના તબીબ સુપુત્ર હરિકળષ્‍ણભાઈ સાથે રહેતા દરમિયાન ગત અઠવાડીયે તેમનું  કુદરતી રીતે નિધન થતાં અમેરીકન સરકારના નિયમ મુજબ શુક્રવારે તેમની અંતિમવિધિ હોય ત્‍યારે વીંછિયાના ગ્રામ્‍યજનો અને વેપારીઓએ ડો. જે એમ મકાણીની સ્‍મળતિમાં બપોરે બે વાગ્‍યાથી સાંજ સુધી સજ્જડ બંધ પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાલે રવિવારે જૈન વાડી ખાતે સાંજે ૪ કલાકે એક શોકસભા પણ રાખેલ છે જેમાં હજજારો વિંછીયાવાસીઓ શોકભીનો ઠરાવ પસાર કરશે.

(9:56 AM IST)