તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 31st May 2025
ધ્રોલમાં ઘરકંકાસથી કંટાળીને કમલેશ ગોદારીયાનો આપઘાત
પતિ-પત્નિ વચ્ચે ઘણા દિવસોથી નાની-નાની વાતમાં ઝઘડા થતા'તા

(સંજય ડાંગર ધ્રોલ તા.૩૧: ધ્રોલના તાલુકા પંચાયતની પાછળ ગોદડીયા વાસમાં રહેતા અને મજુરી કામ કરતા કમલેશ નાનજીભાઇ ગોદારીયા ઉ.વ-૩૦ શુક્રવારના સવારે ૭:૩૦ની આસપાસ કમલેશ નામના યુવાને ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો આ બનાવની પોલીસ વિગતો મુજબ પતી પત્ની વચ્ચે ઘણા દિવસોથી નાની નાની વાતમાં બોલાચાલી થતી હોય તે ગુમસુમ રહેતો અને મનમાં લાગી આવતા પોતાના ઘરે લાકડાંની આડીમા ચુંદડી બાંધી પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો આ બનાવ ને તેમના મોટાભાઈ મહેશભાઈ નાનજીભાઈ ગોદારીયાએ ધ્રોલ પોલીસમાં જાણ કરતા પોલીસ કોન્સ્ટેબલ ડી.પી. વધોરાએ વધુ તપાસ હાથ ધરી
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
