News of Saturday, 31st May 2025
પોરબંદર જિલ્લામાં આજે રાત્રે ૮ વાગ્યાથી અડધી કલાક સુધી અંધારપટ્ટ કરાશે
લોકોને ઘરના બલ્બ-ટયુબલાઇટ સ્વૈચ્છાએ બંધ રાખવા અપીલઃ કોઇપણ પ્રકારના હવાઇ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા સુનિશ્ચિતિ કરવાનો ઉદેશ્ય સાથે ‘ઓપરેશન શિલ્ડ' હેઠળ આયોજન અંધારપટ્ટ-મોકડ્રીલ સમયે સાયરન વાગે ત્યારે લોકોએ ગભરાવું નહીં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩૧ઃ જિલ્લામાં આજે તા.૩૧ ના રોજ રાત્રે ૮ વાગે ‘ઓપરેશન શિલ્ડ’ અંતગર્ત બ્લેક આઉટ (અંધારપટ્ટ) કરવામાં આવશે આ બ્લેક આઉટ મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિડ્ઢિત કરવાનો છે. જે અન્વયે જિલ્લા કલેકટર બી. બી. ચૌધરી અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટર બી.બી. ચૌધરીઍ જણાવ્યું હતું કે, પોરબંદર શહેર, રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં તા.૩૧ મે સાંજે ૮ વાગે ‘ઓપરેશન શિલ્ડ’ અંતગર્ત બ્લેક આઉટ કરવામાં આવશે અને બ્લેકઆઉટ મોકડ્રીલ માટે જરૂરી વ્યવસ્થાઓ અને લોકોમાં જાગૃતતા લાવવા સહિતની કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
કોઇપણ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બ્લેકઆઉટ (અંધારપટ)ની મોકડ્રીલ તા.૩૧ ના રોજ રાત્રે ૮ થી ૮.૩૦ ઍટલે કે ૩૦ મિનિટ સુધી યોજાશે. જેમાં લોકોને સ્વેચ્છાઍ પોતાના ઘરની લાઈટ બંધ કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે. આ બ્લેકઆઉટમાં હોસ્પિટલ સહિતની ઈમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. અને નાગરિકોઍ કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ના રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે.
‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિડ્ઢિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.
આ મોકડ્રિલ સમયે સાયરન વાગે તો નાગરિકોઍ ગભરાવું નહીં. અને રાત્રે ૮ કલાકે સાયરન વાગશે ત્યારે સ્વૈચ્છાઍ ઘરની લાઈટ બંધ કરવાની રહેશે અને ૮ઃ૩૦ કલાકે સાયરન વાગશે ત્યારે લાઈટ ચાલુ કરવાની રહેશે.(૬.૭)
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
