<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ભાવનગરમાં પોલીસ પુત્રની હત્‍યા કરનારા ત્રણેય આરોપી ઝડપાયા

 

ભાવનગર,તા.૩૧: સુભાષનગર શહેર ફરતી સડક વિસ્‍તારમાં રહેતા હત્‍યાના ગુનામાં જામીન પર છૂટેલા મહિલા એએસઆઈ ના પુત્ર કેવલ દિલીપભાઈ વાઘોશી (ઉ.વ.૨૮)ની અર્જુન  લક્ષ્મણભાઈ સાટીયા, ભરત ખીમાભાઈ સાટીયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટીયા (રહે. તમામ માલધારી સોસાયટી,ભાવનગર)એ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્‍યા કરી હતી.

વર્ષ-૨૦૧૮માં કરશન ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટીયાની થયેલી હત્‍યામાં મળતક પણ સાગરિત હોવાથી હત્‍યાનો બદલો લેવા કેવલ પર ત્રણેય શખ્‍સોએ હત્‍યા નીપજાવ્‍યા બાદ મળતકના કુટુંબી ભાઈ યુગલ અને મિત્ર દિવ્‍યેશને છરી બતાવી ધમકી આપી નાસી ગયા હતા.

 પોલીસે આરોપીઓને શોધવા એલસીબીની એક, એસઓજીની એક અને ઘોઘારોડ પોલીસ મથકની એક ટીમ મળી કુલ ત્રણ ટીમોનું ગઠન કરી  ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને તેની પૂછપરછ હાથ ધરી હતી.

(12:39 PM IST)