<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

સાવરકુંડલામાં ૨ બાળકો ડુબી જવાથી મોત થતા ઘેરો શોક

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૩૧: સાવરકુંડલા ના ભેસાણીયા ડેમ માં બે બાળકો ડૂબી જવા થી મુત્‍યુ થતાં શહેર ભર મા અરેરાટી મચી જવા પામી હતી

વિગત મુજબ સાવરકુંડલા શહેરના જેસર રોડ ઉપર આવેલા નિલેષનગર માં રહેતો મંત્ર રાજદીપ ભાઈ મસરાણી ઉંમર વર્ષ ૧૧ અને બાજુમાં જ આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતા કુણાલ અશ્વિનભાઈ સોલંકી ઉંમર વર્ષ ૧૩ અને તેનો મિત્ર મોહિત મનીષભાઈ સોલંકી ઉમર ૧૩ મળી ત્રણે બાળકો અમળત સરોવરમાં બપોરની ગરમીમાં રાહત મેળવવા નાહવા પડ્‍યા હતા ત્‍યારે મંત્ર રાજદીપ મસરાણી અને કળણાલ અશ્વિન સોલંકી ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતા જેથી ત્રીજા બાળકે રાડારાડ કરી મુકતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્‍યા હતા અને પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર નો સ્‍ટાફ તાત્‍કાલિક સ્‍થળ પર દોડી ગયો હતો સ્‍થાનિક લોકો ની મદદ થી ત્રણે બાળકોને બહાર કાઢતા બે બાળકો મળત્‍યુ પામ્‍યા હતા જ્‍યારે મોહિત મનીષભાઈ સોલંકી

બચી ગયો છે મળતક બાળકો ને સાવરકુંડલાની સરકારી હોસ્‍પિટલે લવાતા ત્‍યાં તેમના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી થી હોસ્‍પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું બનાવની જાણ થતા નગરપાલિકા પ્રમુખ  મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ  પ્રતિકભાઈ નાકરાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા, મહામંત્રી મોહિત સુદાણી સહીત કાર્યકર્તાઓ હોસ્‍પિટલ પહોંચી ગયા હતા અને પરિવારને સાંત્‍વના પાઠવી હતી. આ બનાવમાં કરુણતા એ બની કે મરણ જનાર મંત્ર તેની બહેન નો એક જ ભાઈ હતો જ્‍યારે  કળણાલ પણ  એના પરિવારમાં એક જ પુત્ર હતો  મંત્ર ધોરણ પાંચમાં સાવરકુંડલા અને કળણાલ ધોરણ નવ માં અમરેલી ખાતે  અભ્‍યાસ કરતો હતો શહેર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(1:43 PM IST)