તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
દર વર્ષે વિશ્વમાં ૮૮ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે;ભારતમાં આ આંકડો ૧૩.૫ લાખનો છે
આજે ૩૧ મે-વિશ્વ તમાકુ નિષેધ દિવસઃ આવો, તમાકુ મુક્ત સમાજ માટે સામૂહિક સંકલ્પ લઈ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ તમાકુનું સેવન શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે નુકસાનકારક છે જેના ઉપયોગથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છેઃ ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વ્યસનમુક્તિ માટે આવેલા ૬૦% થી વધુ લોકોએ સફળતાપૂર્વક તમાકુ છોડ્યું

(મુંકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩૧: મે, દર વર્ષે ૩૧ મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ તમાકુના ઉપયોગથી થતી ગંભીર હાનિકારક અસરો વિશે જાગળતિ ફેલાવવાનો અને તેના ઉપયોગમાં ઘટાડો લાવવાનો છે. આ ઉપરાંત, તમાકુ નિષેધને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને ઉપલબ્ધ સારવાર વિકલ્પો વિશે સામાન્ય લોકોને જાગળત કરવાનો પણ છે.
વર્તણૂક થેરાપી અને કાઉન્સેલિંગ, સપોર્ટ જૂથો, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, દવાઓ, ડિજિટલ એપ્લિકેશનો જેમ કે WHO Quit Tobacco, START વગેરેની મદદથી તમાકુના વ્યસનને છોડી શકાય છે.
તમાકુ મુક્તિ માટે સરકારે વિવિધ નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મૂકયા છે.જે સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ, ૨૦૦૩ હેઠળ જાહેર સ્થળે ધૂમ્રપાન પર પ્રતિબંધ, તમાકુ ઉત્પાદનોના પેકેટ પર ચિત્રાત્મક ચેતવણીઓ, ઈ-સિગારેટ પર પ્રતિબંધ, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, ધૂમ્રપાન છોડવા, જાગળતિ અને કાયદાના અમલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.રાષ્ટ્રીય આરોગ્ય નીતિ પણ તમાકુના નિયંત્રણ પર ભાર મૂકે છે અને તમાકુ પર કરવેરા વધારી ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ કરે છે.
જનતા માટે ઉપલબ્ધ સેવાઓ
National Tobacco Quit Line Services (NTQLS): હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૧૧૨ ૩૫૬ અને વેબસાઇટઃ https://ntcp.mohfw.gov. in/national _ tobacco_ quit_ line_services.
જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે પણ વ્યસનમુક્તિ કેન્દ્ર કાર્યરત છે, જેનો ૯૪૮૪૮૪૪૦૯૯ પર સંપર્ક કરી શકાય છે.
ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજના ડીન ડો.નયના પટેલ તેમજ ડો.રોહિત અગ્રવાલની ટીમ દ્વારા જુદી જુદી સંસ્થાઓના સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન વ્યસનમુક્તિ માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સતત છેલ્લા બે વર્ષથી અત્રેની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજને રાષ્ટ્રીય સ્તરે તમાકુ વ્યસનમુક્તિ માટે પુરસ્કળત કરવામાં આવેલ છે
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
