<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ધ્રોલ ખાતે છેલ્લા ૧૩ માસથી ચાલતી અખંડ રામધૂનમાં ભાવિકનું અચાનક હાર્ટ એટેકથી નું મળત્‍યુ

રામધુનમાં મગ્ન વિદુરસિંહ ઉર્ફે ભગતનું કિર્તન કરતા કરતા વળદ્ધનું મળત્‍યુ થતા પંથકમાં ગમગીની

(સંજય ડાંગર દ્વારા)  ધ્રોલઃ તા. ૩૧,ધ્રોલમાં જામનગર હાઈવે પર આવેલા હિરાના કારખાનામાં ૧૩ માસ અખંડ રામધૂન ચાલતી હોય જેમાં શુક્રવારે ચાલુ રામધુને એક વૂદ્ધને હાર્ટએટેક આવતા મળત્‍યુ થતાં કરૂણાંતિકા સર્જાઇ હતી.

આ ગમગીની ભર્યા સમાચારની વિગત મુજબ, ધ્રોલ પંથકના હાડાટોડા ગામના વતની જાડેજા વિદુરસિંહ હળધ્રોલજી (ઉ.વ.૭૫-ઉર્ફે ભગત) ગત મોડી રાત્રીના અહીંની રામધૂનમાં મંજીરા વગાડતા હોય અને રામધૂનમાં મગ્ન હોય ત્‍યારે એકાએક તેમને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને બાદમાં તેમને હાર્ટ હાર્ટએટેક આવી જતાં ત્‍યાં ને ત્‍યાં ઢળી પડતા તેમનું દુઃખદ અવસાન નિપજયું હતું. તેમની ભગત તરીકે જાણીતા વિદુરસિંહ આ રામધૂનમાં કિર્તન કરતા-કરતા અચાનક મળત્‍યુ પામતા પંથકમાં ગમગીની છવાઇ જવા પામી છે. થોડી મીનીટો પહેલા તેવો કિર્તન કરતાં કરતાં રમ્‍યા હતા બાદ માં અમુકો મીનીટો બાદ તેઓને હાર્ટએટેક આવતા ત્‍યાં જ ઢળી પડ્‍યા હતા

(2:07 PM IST)