<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ભાવનગર તળાજાના દાઠા પોલીસ સ્ટેશનના PI એ રત્નકલાકાર યુવકને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો : ખળભળાટ

રામજીભાઈ મેર નામના રત્નકલાકાર યુવકને ધોકા અને બેલ્ટ વડે પીઆઇએ ઢોરમાર માર્યો. ત્રીજા દિવસે યુવક બેભાન થઈ જતા ખુદ પીઆઇ હોસ્પિટલે લઈ ગયા

ભાવનગર તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનના PIએ  યુવકને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે.  ત્રણ દિવસ સુધી ઢોર માર મારવામાં આવતા યુવકને હોસ્પિટલ ખેસેડવો પડ્યો છે.  રામજીભાઈ મેર નામના રત્નકલાકાર યુવકને ધોકા અને બેલ્ટ વડે PIએ ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. 

ભાવનગર તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનના PI દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવ્યો. ભોગ બનનારા યુવકે આરોપ લગાવ્યો હતો કે તેને ત્રણ દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો. રામજીભાઈ મેર નામના રત્નકલાકાર યુવકને ધોકા અને બેલ્ટ વડે પીઆઇએ ઢોરમાર માર્યો.  ત્રીજા દિવસે યુવક બેભાન થઈ જતા ખુદ  પીઆઇ હોસ્પિટલે લઈ ગયા.  પોલીસના મારથી યુવકની સ્થિતિ ખૂબ જ નાજુક છે, 108 ના બદલે પોલીસ વાનમાં ખાનગી હોસ્પિટલ ખસેડી રહ્યા હતા એ સમયે પરિવાર પહોંચી ગયો. 

PIને પરિવારે હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કરાવ્યું અને કાયદો યાદ કરાવ્યો હતો. પી.આઈએ માર માર્યાના તમામ આરોપો ફગાવ્યા છે. PIએ કહ્યું કે, યુવકને પ્રોહીબીશેન કેસમાં બે દિવસ માટે પૂછપરછ માટે બોલાવવામાં આવતો હતો. તેની પૂછપરછ દરમિયાન તબિયત બગડી એટલા માટે હોસ્પિટલ લવાયો છે. 

 

(7:00 PM IST)