ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
તાલાલા યાર્ડમાં કેસર કેરીની ઘટતી આવક વચ્ચે ભાવ પણ ઘટયા :જાણો 10 કિલોના બૉક્સનો કેટલો ભાવ બોલાયો?
છેલ્લા 2 દિવસથી કેસર કેરીની આવકમાં સતત ઘટાડો : ગઈકાલની તુલનામાં આજે 1190 બૉક્સની ઓછી આવક

તાલાલા :નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં દસ્તક આપી શકે છે. ગુજરાતના પણ અલગ-અલગ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અસહ્ય બફારો થઈ રહ્યો છે, તો ક્યાંક છૂટાછવાયા ઝાપટા પણ પડી રહ્યાં છે. જેમ-જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે, તેમ-તેમ તાલાલામાં કેરીની સિઝન પૂર્ણ થવાની દિશામાં જઈ રહી છે. એવામાં આજે તાલાલા યાર્ડમાં ગઈકાલની સરખામણીમાં કેસર કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે.
હકીકતમાં ગઈકાલે એટલે કે 30 મેના રોજ તાલાલા યાર્ડમાં કેસર કેરીના 10,405 બૉક્સની આવક થઈ હતી. જ્યારે 10 કિલોના બોક્સનો સૌથી નીચો ભાવ 270 અને ઊંચો ભાવ 750 રહ્યો હતો. જ્યારે આજે એટલે કે 31 મેના રોજ તાલાલા યાર્ડમાં 9260 કેસર કેરીના બોક્સની આવક નોંધાઈ છે. એટલે કે ગઈકાલની તુલનામાં 1190 જેટલા ઓછા બોક્સની આવક થઈ છે.
આ સાથે જ ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આજના ભાવની વાત કરીએ તો, આજે 10 કિલોના કેસર કેરીના બોક્સનો સૌથી ઊંચો ભાવ 700 રૂપિયા અને નીચો ભાવ 280 બોલાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
