News of Sunday, 1st June 2025
ઘુંટુ નજીક આખલાને બચાવવા જતા સ્કોર્પિયો ડિવાઈડર કુદી બોલેરો સાથે અથડાયો
પીજીવીસીએલના કોન્ટ્રાક્ટની બોલેરો કારમાં બેઠેલા 5 લોકોને ઈજા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ઘુંટુ નજીક ગત સાંજે આખલાને બચાવવા જતા બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોય, જેમાં પાંચથી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી- હળવદ હાઈવે ઉપર ઘૂંટુ પાસે ગત રોજ સાંજે આખલાને બચાવવા જતા સ્કોર્પિયો ડિવાઈડર કૂદી ગયો હતો. આ વેળાએ સામેથી આવતી બોલેરો કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ બોલેરો કાર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 5 લોકો સવાર હતા. પાંચેયને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
