તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 1st June 2025
હળવદમાં દશામાં મંદિર પાસેથી બાઈક ચોરનાર ઝડપાયો
શહેરમાંથી બાઈક ચોરી કરનાર વાસુદેવને પોલીસે ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

મોરબીઃ હળવદ પોલીસ ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ વેગડવાવ રોડ પર એક શંકાસ્પદ બજાજ પ્લેટીના બાઈક જીજે ૦૬ એચઆર ૫૬૬૫ સાથે એક ઇસમ નીકળતા તેને રોકી બાઈક અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ના હતો જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક માલિક વાસુદેવ કેશાભાઇ ઈટોદરા રહે ટીકર તા. હળવદ વાળાનું હોવાનું ખુલ્યું હતું જેથી આગવી ઢબે પૂછપરછ કરતા બાઈક હળવદ દશામાં મંદિર પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયક (ઉ.વ.૨૦) રહે માથક ગામની સીમ તા. હળવદ વાળાને ઝડપી લઈને ચોરાઉ બાઈક કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
