<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

તેરા તુજકો અર્પણ અંતર્ગત બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલાને રૂ.19.78 લાખ પરત અપાવ્યા

બોટાદ, ઢસા, ગઢડા, પાળીયાદ અને બરવાળાના લોકોને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. અને કુલ 33 લોકોએ 23.25 લાખ રુપિયા ગુમાવ્યા હતા

બોટાદ, ઢસા, ગઢડા, પાળીયાદ અને બરવાળાના લોકોને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. અને કુલ 33 લોકોએ 23.25 લાખ રુપિયા ગુમાવ્યા હતા. આ તમામ લોકો સાથે ફ્રોડ થયું હતું. હવે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત 19.78 લાખ રુપિયા ફ્રોડ થનારા લોકોને પરત કર્યા છે.

બોટાદ, ઢસા, ગઢડા, પાળીયાદ અને બરવાળાના 33 અરજદારો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. આ તમામ લોકોએ કુલ 23.25 લાખ રુપિયા ગુમાવ્યા હતા. બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે આ લોકોને "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત 19.78 લાખ રુપિયા પરત અપાવ્યા છે. પૈસા પરત મળતા ભોગ બનનારાઓએ સાયબર ક્રાઈમ પોલીસનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અગાઉ પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી અરજદારને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના, વાહનો સહિતની વસ્તુઓ પરત કરી પોલીસે હકારાત્મક અભિગમ દાખવ્યો છે

 

(7:45 PM IST)