News of Sunday, 1st June 2025
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કિરીટભાઈ પટેલ: સોમવારે સવારે વિજય સંકલ્પ સંમેલન
કિરીટભાઈ પટેલે કહ્યું - ભવ્ય બહુમતીથી વિજ્ય મેળવીને આપ સૌના વિશ્વાસ પર હું ખરો ઉતરીશ..સાથે જ..વિસાવદરના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડવાનું વચન આપું છું.

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલની પસંદગી થઈ છે.
આ અંગે કિરીટભાઈ પટેલે જણાવ્યુ છે કે, ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને ૮૭-વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલજી તેમજ પ્રદેશ નેતૃત્વનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. લોકોના અઢળક પ્રેમ અને લાગણીથી ૮૭-વિસાવદર વિધાનસભામાં ભવ્ય બહુમતીથી વિજ્ય મેળવીને આપ સૌના વિશ્વાસ પર હું ખરો ઉતરીશ..સાથે જ..વિસાવદરના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડવાનું વચન આપું છું.
દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યુ છે કે, વિજય સંકલ્પ સંમેલન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ વિસાવદર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ શુભ અવસરે વિજય વિશ્વાસ સંમેલન યોજાનાર છે ત્યારે આ અવસર માત્ર ફોર્મ ભરવાનો નહીં પણ વિશ્વાસનો ઉત્સવ છે. વિસાવદરના વિકાસના નવા અધ્યાયના સાક્ષી બનવા આપ સૌને આવકારવા આતુર છીએ. આવો સૌ વિજય યાત્રાના સાક્ષી બની વિસાવદરના વિકાસને નવી ઉડાન આપીએ! તારીખ- 2 જૂન, 2025 સમય- સવારે 9:30 કલાકે સ્થળ - ભાજપ કાર્યાલય લક્ષ્મી કોમ્પ્લેક્સની બાજુમાં, વિસાવદર
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
