<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ગોંડલમાં બાળા ઉપર ભુંડનો હુમલો

હરભોલે સોસાયટી નાલા પાસે મોટીબહેન સાથે ભંગાર વીણતી હતી અચાનક ભુંડે પેટના ભાગે બટકુ ભર્યું: બાળકીને રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા.રઃ ગોંડલની હરભોલે સોસાયટી નજીક નાલા પાસે મોટી બહેન સાથે ભંગાર વીંણવા ગયેલી દસ વર્ષની બાળકી પર ભુંડે હુમલો કરી પેટના ભાગે બટકુ ભરી લેતા બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના વાછડા ોરડ પર માધવનગર ઝુપડામાં રહેતી કોમલ રાજુભાઇ રાઠોડ (ઉ.વ.૧૦) પરમદિવસે તેની મોટી બહેન સાથે ભંગાર વીંણવા ગઇ હતી. ત્‍યારે બંને બહેનો હરભોલે સોસાયટી પાસે આવેલા નાલા પાસે ભંગાર વીંણતી હતી ત્‍યારે અચાનક ભુંડે કોમલ પર હુમલો કરતા તેને પેટના ભાગે બટકુ ભરી લેતા બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. બાળાએ દેકારો બોલાવતા તેની સાથે ભંગાર વીંણતી મોટીબહેન તુરંત જ દોડી આવી હતી. બાદ તેના પિતા અને માતાને જાણ કરતા પરિવારજનો તુરત જ દોડી આવ્‍યા હતા. બાદ કોમલને સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. બાળકીના પિતા ચા ની હોટલમાં કામ કરે છે તે પાંચ બહેન અને એક ભાઇમાં પાંચમાં નંબરની છે. બનાવની જાણ થતા ગોંડલ પોલીસે કાર્યવાહી કરી હતી

(1:12 PM IST)