<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

દેવભુમી દ્વારકા જીલ્લામાં મોબાઇલ ઉપર ઓનલાઇન એપ્‍લીકેશન વડે જુગાર રમવા જેવા દુષણને

પ્રેરે તેવા ગેમીંગ પ્રોમોશન કરતા સોશ્‍યલ મીડીયા ઉપરના ચાર ઇન્‍ફલ્‍યુએન્‍ઝરની ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર : દ્વારકા જીલ્લાના અલગ અલગ વિસ્‍તારમાંથી કુલ ૪ ઇન્‍ફલ્‍યુએન્‍ઝરોને અનઅધિકૃત રીતે ઓનલાઇન ગેમીંગ પ્રમોશન કરી સમાજના યુવા વર્ગને ઓલનલાઇન જુગાર જેવા સામાજીક દુષણ પ્રેરે તેવુ કૃત્‍ય કરતા મળી આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં તાત્‍કાલીક ગુન્‍હાઓ દાખલ કરવામાં આવેલ જેમાં અધિકૃત ઓનલાઇન ગેમીંગના પ્રમોશન કરવા ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન વિગેરે મેળી કુલ કિ. રૂા. ર,૧૦,૦૦૦ નો મુદામાલ તપાસ અર્થે કબ્‍જે કરેલ છે.

(૧) ભરતભાઇ અરજનભાઇ લગારીયા (ઉ.વ.ર૩) રહે. દેવલીયા ગામની સીમ (ર) સુમાતભાઇ મશરીભાઇ ચાવડા (ઉ.વ.ર૩) રહે. ગાગા ગામ, (૩) દિપક લખમણભાઇ સાંથલપરા (ઉ.વ.રર) રહે. ઘુમલી ગામ, વાડી વિસ્‍તાર, તા. ભાણવડ (૪) કેસુર લખુભાઇ ભાટીયા ઉ.વ.ર૪ રહે. પટેલકા ગામ, વાડી વિસ્‍તાર, તા. કલ્‍યાણપુરને ઝડપી લીધા છે.

આ કામગીરીમાં (૧) બી.જે.સરવૈયા પોલીસ ઇન્‍સ્‍પેકટર (ર) વી.કે.કોઠીયા પોલીસ ઇન્‍સ્‍પેકટર (૩) એન.એસ.ગોહીલ પો.સબ ઇન્‍સ. (૪) એએસઆઇ દિપકભાઇ સોમાતભાઇ રાવલીયા (પ) એચસી ધરણાંતભાઇ ખીમાભાઇ બંધીયા (૬) એચસી મુકેશભાઇ અરજણભાઇ કેશરીયા (૭) એચસી ભરતભાઇ અરશીભાઇ ચાવડા (૮) એએસઆઇ હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (૯) એચસી ભરતભાઇ માલદેભાઇ જમોડ (૧૦) એચસી દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા (૧૧) એચસી સામતભાઇ પબુભાઇ ગઢવી (૧ર) પો.કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (૧૩) પો.કોન્‍સ. અરજણભાઇ રાયદેભાઇ આંબલીયાએ કરી છે.

(12:10 PM IST)